Blinkit Ambulance services: ક્વિક કોમર્સ પ્લેટફોર્મ BlinkItએ ગુરુગ્રામ શહેરમાં તેની નવી 10-મિનિટની એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરી છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અલબિંદર ધિંડસાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી. આ સર્વિસ Blinkit દ્વારા આઇટમની જેમ જ વિતરિત કરવામાં આવશે. આનો અર્થ એ છે કે જો તમે બ્લિંકિટ દ્વારા દર્દી માટે એમ્બ્યુલન્સ બુક કરો છો, તો આ સર્વિસ 10 મિનિટમાં પૂરી પાડવામાં આવશે.