Armed Forces Flag Day Date 2023: ભારતીય સશસ્ત્ર દળ ધ્વજ દિવસ દર વર્ષે ભારતમાં 7 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. વાસ્તવમાં, દેશની સરહદોની રક્ષા ત્રણ સેના (નૌકાદળ, આર્મી અને એરફોર્સ) દ્વારા કરવામાં આવે છે. ભારતીય સેના ધ્વજ દિવસ વાસ્તવમાં આર્મી, નેવી અને એરફોર્સના કર્મચારીઓના કલ્યાણ માટે ઉજવવામાં આવે છે. આ દિવસે તે શહીદો અને બહાદુર લડવૈયાઓને સન્માનિત કરવામાં આવે છે જેમણે દેશની રક્ષા માટે દુશ્મનો સામે લડત આપી અને દેશને નામે સર્વસ્વ આપી દીધું.