ATF Price Hike: દિવાળી અને છઠ પૂજાના તહેવારો નજીક આવી રહ્યા છે અને લાખો લોકો પોતાના ઘરે પહોંચવા માટે ફ્લાઈટની ટિકિટ બુક કરાવી રહ્યા છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો માટે આ સમયે હવાઈ મુસાફરી સૌથી ઝડપી વિકલ્પ હોય છે. પરંતુ આ વખતે ઘરે જવાનું બજેટ થોડું બગડી શકે છે, કારણ કે 1 નવેમ્બરથી વિમાન ઈંધણ એટલે કે ATFના ભાવ ફરી એકવાર વધી ગયા છે.

