લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયા ભારતીય બજારમાં તેની નવી જનરેશનની કાર GLC SUV લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. 2023 Mercedes-Benz GLC ભારતમાં 9મી ઓગસ્ટ 2023ના રોજ લોન્ચ થશે. આ કાર માટે પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે અને કોઈપણ વ્યક્તિ 1.5 લાખ રૂપિયાની ટોકન રકમ ચૂકવીને તેને બુક કરી શકે છે. ઓનલાઈન બુકિંગ કરવા માટે કંપનીની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેવી પડશે. તમે નજીકની મર્સિડીઝ-બેન્ઝ ડીલરશિપની મુલાકાત લઈને પણ તેને બુક કરી શકો છો.