Get App

Force Gurkha: મર્સિડીઝનું એન્જિન... શાનદાર ફીચર્સ! THARની સૌથી મોટી કોમ્પિટિટર લોન્ચ, જાણી લો કિંમત

Force Gurkha: કંપનીએ ફોર્સ ગુરખાને 5-ડોર અને 3-ડોર એમ બંને વેરિઅન્ટમાં લોન્ચ કરી છે. માર્કેટમાં આવ્યા બાદ આ SUV મુખ્યત્વે Mahindra THAR સાથે કોમ્પિટિશન કરશે. જો કે, થાર 5-ડોરનું લોન્ચિંગ થવાનું હજુ બાકી છે. મર્સિડીઝ બેન્ઝ એન્જિનથી સજ્જ આ SUVમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ May 03, 2024 પર 11:47 AM
Force Gurkha: મર્સિડીઝનું એન્જિન... શાનદાર ફીચર્સ! THARની સૌથી મોટી કોમ્પિટિટર લોન્ચ, જાણી લો કિંમતForce Gurkha: મર્સિડીઝનું એન્જિન... શાનદાર ફીચર્સ! THARની સૌથી મોટી કોમ્પિટિટર લોન્ચ, જાણી લો કિંમત
Force Gurkha: ફોર્સ મોટર્સે આખરે તેની પોપ્યુલર ઑફરોડિંગ SUV ફોર્સ ગુરખાને સંપૂર્ણપણે નવા અવતારમાં લૉન્ચ કરી છે.

Force Gurkha: ફોર્સ મોટર્સે આખરે તેની પોપ્યુલર ઑફરોડિંગ SUV ફોર્સ ગુરખાને સંપૂર્ણપણે નવા અવતારમાં લૉન્ચ કરી છે. આકર્ષક દેખાવ અને પાવરફૂલ એન્જિનથી સજ્જ કંપનીએ આ SUVને 5-ડોર અને 3-ડોર એમ બંને વેરિએન્ટમાં લોન્ચ કરી છે. તેના ફાઇવ-ડોર વેરિઅન્ટની શરૂઆતની કિંમત 18 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે અને થ્રી-ડોર વેરિઅન્ટની શરૂઆતની કિંમત 16.75 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.

નવા ફોર્સ ગુરખા માટેનું બુકિંગ 29મી એપ્રિલથી શરૂ થઈ ગયું છે. જેમાં ઇન્ટરન્ટ ધરાવતા કસ્ટમર કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અને અધિકૃત ડીલરશીપ દ્વારા બુક કરાવી શકે છે. ફોર્સ મોટર્સનું કહેવું છે કે આ SUVની ટેસ્ટ ડ્રાઈવ આ સપ્તાહથી શરૂ કરવાની અને મહિનાના મધ્યથી ડિલિવરી કરવાની યોજના છે. કંપનીએ આ SUVમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે જે તેને પાછલા મોડલ કરતા વધુ સારી બનાવે છે.

THAR સાથે કોમ્પિટિશન કરશે

હાલમાં ફોર્સ ગુરખા મહિન્દ્રા થાર સાથે સીધી કોમ્પિટિશન કરશે. જો કે, થાર હાલમાં ફક્ત ત્રણ-ડોરના પ્રકારમાં આવે છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં થાર 5-ડોર લોન્ચ કરવાની યોજના છે. THAR પેટ્રોલ એન્જિનમાં ટુ-વ્હીલ ડ્રાઇવ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે પણ ઉપલબ્ધ છે. જ્યારે ગુરખા માત્ર ડીઝલ મેન્યુઅલ અને સ્ટાન્ડર્ડ ફોર વ્હીલ ડ્રાઈવ (4WD) વેરિઅન્ટમાં આવે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો