Get App

Teslaનો જાદુ ઓસરી ગયો? આ કંપનીએ તોડ્યો રેકોર્ડ! 1 વર્ષમાં વેચી મારી 22 લાખથી વધુ કાર

Electric Car: EV માર્કેટમાં મોટો ઉલટફેર! Elon Musk ની Tesla ને પછાડી ચીનની BYD બની નંબર 1. જાણો 2025 માં કોણે કેટલી કાર વેચી અને શા માટે ટેસ્લા પાછળ રહી ગયું.

MoneyControl Newsઅપડેટેડ Jan 05, 2026 પર 3:15 PM
Teslaનો જાદુ ઓસરી ગયો? આ કંપનીએ તોડ્યો રેકોર્ડ! 1 વર્ષમાં વેચી મારી 22 લાખથી વધુ કારTeslaનો જાદુ ઓસરી ગયો? આ કંપનીએ તોડ્યો રેકોર્ડ! 1 વર્ષમાં વેચી મારી 22 લાખથી વધુ કાર
ટેસ્લા માટે 2025 નું વર્ષ ધારેલું પરિણામ લાવી શક્યું નથી. આ પાછળ ઘણા કારણો જવાબદાર છે. અમેરિકામાં ઈલેક્ટ્રિક વાહનો પર મળતી સબસિડી પૂરી થવાથી વેચાણ પર અસર થઈ.

Electric Car: એક સમય હતો જ્યારે ઈલેક્ટ્રિક કાર (EV)નું નામ પડે એટલે લોકોના મગજમાં સૌથી પહેલા Teslaનું જ નામ આવતું. દુનિયાભરમાં એલોન મસ્ક અને તેમની કંપનીનો દબદબો હતો. પરંતુ વર્ષ 2025માં આ ચિત્ર સાવ બદલાઈ ગયું છે. ઓટોમોબાઈલ માર્કેટમાં એક મોટી ઉથલપાથલ થઈ છે. ચીનની કંપની BYDએ કમાલ કરી બતાવી છે અને ટેસ્લા પાસેથી ‘દુનિયાની સૌથી મોટી EV કંપની નો તાજ છીનવી લીધો છે. ચીનની કાર નિર્માતા કંપની BYD એ જે કર્યું છે તેણે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. એક જ વર્ષમાં આ કંપનીએ લાખો કારો વેચીને ટેસ્લાને બીજા નંબર પર ધકેલી દીધી છે.

BYD અને Tesla: આંકડા શું કહે છે?

રિપોર્ટ્સ અને આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2025 માં BYD એ કુલ 22.6 લાખ બેટરીવાળી ઈલેક્ટ્રિક કાર (BEV) વેચી છે. જ્યારે તેની સામે ટેસ્લા માત્ર 16.3 લાખ કાર જ ગ્રાહકો સુધી પહોંચાડી શક્યું. આ આંકડા સ્પષ્ટ કરે છે કે હવે ગ્લોબલ માર્કેટમાં ચીનની કંપનીઓનો પાવર વધી રહ્યો છે. માત્ર ઈલેક્ટ્રિક કાર જ નહીં, પણ જો કુલ વાહનોની વાત કરીએ તો BYD એ 2025 માં કુલ 45.5 લાખ વાહનો વેચ્યા છે. જેમાં ઇલેક્ટ્રિક બસ, ટ્રક અને હાઇબ્રિડ કારનો પણ સમાવેશ થાય છે. આ બતાવે છે કે કંપની કેટલી ઝડપથી આગળ વધી રહી છે.

ટેસ્લા માટે કેમ મુશ્કેલ રહ્યું વર્ષ?

ટેસ્લા માટે 2025 નું વર્ષ ધારેલું પરિણામ લાવી શક્યું નથી. આ પાછળ ઘણા કારણો જવાબદાર છે. અમેરિકામાં ઈલેક્ટ્રિક વાહનો પર મળતી સબસિડી પૂરી થવાથી વેચાણ પર અસર થઈ. ઉત્સર્જનના નિયમોમાં ઢીલ અને ડોનાલ્ડ ટ્રમ્પની EV વિરોધી નીતિઓએ ટેસ્લાની મુશ્કેલી વધારી. એલોન મસ્કના રાજકીય નિવેદનો અને વલણને કારણે ગ્રાહકોનો એક વર્ગ નારાજ થયો હતો. આ બધા કારણોસર વર્ષના છેલ્લા મહિનાઓમાં ટેસ્લાની ડિલિવરી ઓછી રહી અને આખા વર્ષના વેચાણમાં 9 ટકાનો ઘટાડો નોંધાયો.

BYDની સફળતાનું રહસ્ય

જ્યાં એક તરફ ટેસ્લા સંઘર્ષ કરી રહ્યું હતું, ત્યાં બીજી તરફ BYD એ મજબૂત પકડ જમાવી. ડિસેમ્બરમાં થોડી મંદી હોવા છતાં, આખા વર્ષમાં કંપનીના EV વેચાણમાં 28 ટકાનો વધારો થયો છે. મહત્વની વાત એ છે કે BYD એ 1995 માં એક બેટરી કંપની તરીકે શરૂઆત કરી હતી. આજે તે ટેકનોલોજીમાં ટેસ્લાને ટક્કર આપી રહી છે. BYD ની સસ્તી કારોમાં પણ હવે ‘God’s Eye’ જેવી એડવાન્સ ડ્રાઈવર-આસિસ્ટ સિસ્ટમ મળે છે. આ ફીચર્સ ટેસ્લાની ઓટોનોમસ ડ્રાઈવિંગ સિસ્ટમને સીધો પડકાર ફેંકી રહ્યા છે. આમ, 2025નું વર્ષ સાબિત કરી ગયું કે હવે ઈલેક્ટ્રિક કારની રેસમાં ચીન સૌથી આગળ નીકળી ગયું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો