Get App

Make in India: PM મોદીએ લોન્ચ કરી મારુતિની પ્રથમ ઈલેક્ટ્રિક કાર, 100 દેશોમાં થશે એક્સપોર્ટ

Make in India: PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના હાંસલપુરમાં મારુતિ સુઝુકીની પ્રથમ ઈલેક્ટ્રિક કાર 'Maruti e Vitara' લોન્ચ કરી. 100 દેશોમાં એક્સપોર્ટ થનારી આ EV અને બેટરી પ્લાન્ટના ઉદ્ઘાટનથી ગુજરાત ઓટોમોબાઈલ હબ તરીકે ચમકશે. વાંચો વિગતો!

MoneyControl Newsઅપડેટેડ Aug 26, 2025 પર 1:28 PM
Make in India: PM મોદીએ લોન્ચ કરી મારુતિની પ્રથમ ઈલેક્ટ્રિક કાર, 100 દેશોમાં થશે એક્સપોર્ટMake in India: PM મોદીએ લોન્ચ કરી મારુતિની પ્રથમ ઈલેક્ટ્રિક કાર, 100 દેશોમાં થશે એક્સપોર્ટ
PM મોદીએ જણાવ્યું, “ગણેશ ઉત્સવના આ પવિત્ર અવસરે, ભારતની મેક ઈન ઈન્ડિયા યોજનામાં એક નવું પગલું ઉમેરાયું છે.

Make in India: ગુજરાતના હાંસલપુરમાં આજે ઐતિહાસિક દિવસ નોંધાયો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારુતિ સુઝુકીની પ્રથમ ઈલેક્ટ્રિક કાર 'Maruti e Vitara' લોન્ચ કરી. બહુચરાજી નજીક આવેલા હાંસલપુર ખાતે પહોંચેલા PM મોદીએ બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું. આ પગલું ગુજરાતને ઓટોમોબાઈલ હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વનું ગણાય છે. આ ઈલેક્ટ્રિક વ્હીકલ 100 દેશોમાં એક્સપોર્ટ થશે, જે મેક ઈન ઈન્ડિયાની યાત્રામાં નવો અધ્યાય ઉમેરશે.

PM મોદીએ જણાવ્યું, “ગણેશ ઉત્સવના આ પવિત્ર અવસરે, ભારતની મેક ઈન ઈન્ડિયા યોજનામાં એક નવું પગલું ઉમેરાયું છે. આ ઈલેક્ટ્રિક વ્હીકલ અને બેટરી પ્લાન્ટ ભારત-જાપાનની મિત્રતાને નવી ઊંચાઈ આપશે.” તેમણે ઉમેર્યું કે, આ પ્રોજેક્ટ આત્મનિર્ભર ભારતના વિઝનને મજબૂત કરશે, જેનો આરંભ 2012માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે કર્યો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો