Get App

Tata Motors નો ડંકો! જાન્યુઆરી 2026 માં વેચાઈ રેકોર્ડબ્રેક 71,066 કાર, Nexon અને Punch ની ધૂમ

ટાટા મોટર્સે 2026 ની શાનદાર શરૂઆત કરી છે. જાન્યુઆરીમાં કંપનીએ અત્યાર સુધીનું સૌથી વધુ 71,066 યુનિટ્સનું વેચાણ કરીને 47.1% નો ગ્રોથ નોંધાવ્યો છે. જાણો Nexon અને EV સેગમેન્ટની સ્થિતિ.

MoneyControl Newsઅપડેટેડ Feb 01, 2026 પર 7:08 PM
Tata Motors નો ડંકો! જાન્યુઆરી 2026 માં વેચાઈ રેકોર્ડબ્રેક 71,066 કાર, Nexon અને Punch ની ધૂમTata Motors નો ડંકો! જાન્યુઆરી 2026 માં વેચાઈ રેકોર્ડબ્રેક 71,066 કાર, Nexon અને Punch ની ધૂમ
ડિસેમ્બર 2025 માં લોન્ચ થયેલી Tata Sierra ની ડિલિવરી જાન્યુઆરી 2026 થી શરૂ થઈ ગઈ છે. માર્કેટમાં આ નવી કારની જોરદાર ડિમાન્ડ છે.

દેશની દિગ્ગજ ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે (Tata Motors) નવા વર્ષ 2026 ની શરૂઆત ધમાકેદાર રીતે કરી છે. જાન્યુઆરી મહિનામાં કંપનીએ વેચાણના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. કંપનીએ જાન્યુઆરી 2026 માં કુલ 71,066 યુનિટ્સ કારનું વેચાણ કર્યું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ માસિક વેચાણ છે. ગયા વર્ષની સરખામણીમાં આ આંકડો 47.1% નો જબરદસ્ત વધારો દર્શાવે છે.

ભારતીય બજારમાં ટાટાનો દબદબો

ઘરેલુ બજારમાં ટાટાની કારોની માંગ સતત વધી રહી છે. આંકડા પર નજર કરીએ તો, ભારતમાં જાન્યુઆરીમાં 70,222 કાર વેચાઈ છે, જે જાન્યુઆરી 2025 માં 48,076 હતી. એટલે કે ઘરેલુ વેચાણમાં 46.1% નો ઉછાળો આવ્યો છે. બીજી તરફ, નિકાસ (Export) માં પણ કંપનીએ કમાલ કરી છે. કંપનીએ વિદેશમાં 844 કાર મોકલી છે, જે ગયા વર્ષે માત્ર 240 હતી. આમ, નિકાસમાં 251.7% નો તોતિંગ વધારો થયો છે.

EV સેગમેન્ટમાં ટાટા નંબર વન

બધા સમાચાર

+ વધુુ વાંચો