Tata Punch CNG: ટાટા મોટર્સે ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ટાટા પંચ CNG લોન્ચ કર્યું છે. ટાટાએ આ કારને પ્યોર, એડવેન્ચર, એડવેન્ચર રિધમ, કોમ્પ્લીશ્ડ અને એકમ્પ્લીશ્ડ ડેઝલ નામના પાંચ નવા ટ્રિમ્સમાં રજૂ કરી છે. ટાટા પંચ CNGને જાન્યુઆરીમાં ઓટો એક્સપો 2023માં સૌપ્રથમવાર પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પ્રસંગે બોલતા, વિનય પંત, હેડ-માર્કેટિંગ, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિ.એ જણાવ્યું હતું કે ઓટો એક્સ્પો 2023માં લોન્ચ થયા બાદથી, પંચેસ iCNG સેગમેન્ટમાં સૌથી વધુ રાહ જોવાતી મોડલ પૈકીનું એક છે. ટાટાએ આ કારને બૂટ સ્પેસ અને હાઈ-એન્ડ ફીચર અપગ્રેડ સાથે લોન્ચ કરી છે.

