પ્રખ્યાત ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ ભારતમાં સત્તાવાર રીતે પ્રવેશ કર્યો છે. આજે મુંબઈના બીકેસીમાં ટેસ્લાનો પહેલો શોરૂમ શરૂ થયો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બીકેસીમાં મેકર મેક્સિટી મોલમાં ખુલેલા પહેલા એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ટેસ્લાના આગમનથી ભારતની આંતરરાષ્ટ્રીય છબી સુધરી છે. ટેસ્લાએ ભારતમાં પહેલી ઇલેક્ટ્રિક એસયુવી મોડેલ વાય લોન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે આ કાર એક જ ફુલ ચાર્જ પર 622 કિલોમીટર સુધી ચાલી શકે છે. કારમાં સલામતી માટે લેવલ-2 એડાસ અને 8 એરબેગ્સ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. મોડેલ વાયના 2 મોડેલ લોન્ચ કરવામાં આવ્યા છે, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 60 લાખ અને રૂ. 68 લાખ છે.