Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં રેકોર્ડ સ્તરે કારોબાર, ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $67ની પાસે

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો બન્યા હતા, જ્યાં લેડ સિવાય તમામ મેટલ્સમાં વેચવાલી જોવા મળી હતી, જોકે વૈશ્વિક બજારમાં એલ્યુમિનિયમની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે, અહીં US તરફથી એલ્યુમિનિયમ પર 50%ના ટેરિફની જાહેરાત બાદ સપ્લાઈની ચિંતાએ કિંમતોમાં મજબૂતી જોવા મળી હતી.

MoneyControl Newsઅપડેટેડ Sep 10, 2025 પર 12:14 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં રેકોર્ડ સ્તરે કારોબાર, ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $67ની પાસેકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં રેકોર્ડ સ્તરે કારોબાર, ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $67ની પાસે
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં મામુલી ખરીદદારી સાથે 272ના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો હતો.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 4 પૈસા નબળો થઈ 88.10 પ્રતિ ડૉલરની સામે 88.14 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

સોનાની તેજી આગળ વધતા કિંમતો ઓલ ટાઈમ હાઈના સ્તરે પહોંચતી દેખાઈ, જ્યાં comexમાં ભાવ 3675 ડૉલરના સ્તરે પહોંચ્યા હતા, તો સ્થાનિક બજારમાં આશરે 1 લાખ 12 હજારની ઉપર કારોબાર જોવા મળ્યો હતો. USના નબળા રોજગાર આંકડાઓના કારણે અહીં સપોર્ટ મળતો દેખાયો. આ સાથે જ બજારને આ વર્ષે 3 વાર વ્યાજ દરમાં કાપની આશા બની રહી છે.

ચાંદીમાં પણ વૈશ્વિક બજારમાં સતત 40 ડૉલરના સ્તર જળવાતા જોવા મળી રહ્યા છે, અહીં શરૂઆતી કારોબારમાં 41 ડૉલરના સ્તરની પાસે કિંમતો પહોંચતી દેખાઈ, જ્યારે સ્થાનિક બજારમાં પણ 1 લાખ 24 હજારને પાર કારોબાર થઈ રહ્યો હતો.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો બન્યા હતા, જ્યાં લેડ સિવાય તમામ મેટલ્સમાં વેચવાલી જોવા મળી હતી, જોકે વૈશ્વિક બજારમાં એલ્યુમિનિયમની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે, અહીં US તરફથી એલ્યુમિનિયમ પર 50%ના ટેરિફની જાહેરાત બાદ સપ્લાઈની ચિંતાએ કિંમતોમાં મજબૂતી જોવા મળી હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો