India-Nepal Trade: નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધને લઈને ભારે હોબાળો મચ્યો છે. આ પ્રતિબંધના વિરોધમાં યુવાઓ રસ્તા પર ઉતરી આવ્યા, જેના કારણે હિંસક ઘટનાઓમાં 20થી વધુ લોકોના મોત થયા અને 300થી વધુ લોકો ઘાયલ થયા. આ અરાજકતા વચ્ચે નેપાળનું અર્થતંત્ર ડગમગી રહ્યું છે. આવા સમયે ભારત સાથેનો વેપાર, જે નેપાળની અર્થવ્યવસ્થાનો મહત્વનો આધાર છે, તેના પર પણ અસરની શક્યતાઓ ચિંતાજનક છે.