બ્રિક્સ દેશો લોકલ કરન્સીમાં વેપાર અને નાણાકીય સમાધાનની મજબૂત વ્યવસ્થા બનાવવા માટે સંમત થયા હતા. સ્વતંત્ર રીતે કાર્યરત ક્રોસ-બોર્ડર સેટલમેન્ટ અને ડિપોઝિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બ્રિક્સ રિઇન્શ્યોરન્સ કંપનીની શક્યતાનો અભ્યાસ કરવા માટે પણ સંમત થયા હતા. સભ્ય દેશોના નેતાઓએ 21મી સદીમાં નવી ડેવલપમેન્ટ બેન્કને નવા પ્રકારની બહુપક્ષીય વિકાસ બેન્ક (MDB) તરીકે વિકસાવવા માટે પણ સંમતિ દર્શાવી હતી અને BRICS-ની આગેવાની હેઠળની બેન્કના સભ્યપદના વિસ્તરણને સમર્થન આપ્યું હતું.