PM Modi gifts: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ-વિદેશમાં ઘણી મુસાફરી કરે છે, જ્યાંથી તેમને અનેક પ્રકારની ભેટો મળે છે. પીએમ મોદીને મળેલી ભેટોમાં પેઈન્ટિંગ્સ અને સંભારણું જેવી ઘણી વસ્તુઓ છે. નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ્સમાં પીએમ મોદીની ભેટ અને સંભારણું પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે. હવે તમે પણ પીએમ મોદીને આપેલી આ ભેટો ખરીદીને તમારા ઘરે લાવી શકો છો. ખરેખર, પીએમ મોદીની 912 ભેટોની હરાજી (PM Modi Gift Auction) થઈ રહી છે. આ ઈ-ઓક્શન ગાંધી જયંતિ એટલે કે 2જી ઓક્ટોબરથી શરૂ થઈ છે. આ ઈ-ઓક્શન સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ઈ-ઓક્શનમાં તમે 100 રૂપિયામાં પણ પીએમ મોદીની ભેટ ખરીદી શકો છો.

