રશિયાની વધતી આક્રમકતા અને યુરોપમાં યુદ્ધના માહોલ વચ્ચે બ્રિટને પોતાની રક્ષા શક્તિને નવો આકાર આપવા માટે મોટું પગલું ભર્યું છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે સોમવારે ‘સ્ટ્રેટેજિક ડિફેન્સ રિવ્યૂ’ જાહેર કરતાં દેશની નૌકાદળની તાકાત વધારવા માટે 12 અત્યાધુનિક ન્યૂક્લિયર-સંચાલિત એટેક સબમરીન બનાવવાની ઘોષણા કરી. આ નિર્ણયને રશિયાની સૈન્ય ગતિવિધિઓ સામે સીધો જવાબ તરીકે જોવામાં આવી રહ્યો છે. સ્ટાર્મરે કહ્યું કે, “બ્રિટન હવે યુદ્ધ-તૈયારીની સ્થિતિમાં આવવું જોઈએ.”