કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા સરકારી કર્મચારીઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના આઈટી વિભાગના વડા અમિત માલવિયાએ પણ આદેશનો સ્ક્રીનશોટ શેર કર્યો અને કહ્યું કે 58 વર્ષ પહેલા આપવામાં આવેલ ગેરબંધારણીય નિર્દેશ નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર દ્વારા પાછો ખેંચી લેવામાં આવ્યો છે.