Get App

Muslim league Ban: કેન્દ્ર સરકારે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર-મસરત આલમ જૂથ પર લગાવ્યો પ્રતિબંધ

Muslim league Ban: કેન્દ્ર સરકારે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર-મસરત આલમ જૂથ પર પ્રતિબંધ લગાવ્યો છે જેની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે X પ્લેટફોર્મ પર માહિતી આપી. અને જે અંગે ગૃહમંત્રીએ નરેન્દ્ર મોદી સરકારનો સંદેશ પણ સ્પષ્ટ કર્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 28, 2023 પર 11:05 AM
Muslim league Ban: કેન્દ્ર સરકારે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર-મસરત આલમ જૂથ પર લગાવ્યો પ્રતિબંધMuslim league Ban: કેન્દ્ર સરકારે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર-મસરત આલમ જૂથ પર લગાવ્યો પ્રતિબંધ
Muslim league Ban: કેન્દ્ર સરકારે આજથી મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર-મસરત આલમ જૂથ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

Muslim league Ban: કેન્દ્ર સરકારે આજથી મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર-મસરત આલમ જૂથ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે આ કાર્યવાહી ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ એટલે કે UAPA હેઠળ કરી છે. સંગઠન પર આરોપ છે કે તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતા અને આતંકવાદી જૂથોને સમર્થન આપી રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે X પ્લેટફોર્મ પર લખ્યું કે "આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્ર વિરોધી અને અલગાવવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે, આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપે છે અને લોકોને જમ્મુ કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે ઉશ્કેરે છે. ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, "PM નરેન્દ્ર મોદી સરકારનો સંદેશ સ્પષ્ટ છે કે આપણા દેશની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ કામ કરનાર કોઈપણને છોડવામાં આવશે નહીં "

આ સિવાય આર્મી ચીફ મનોજ પાંડે હાલમાં થયેલા આતંકવાદી હુમલા પર જમ્મુની પુંછ સહિત જ્ગયાઓ પર સઘન તપાસ કરી રહ્યાં છે. આ બધાં વચ્ચે દેશના રક્ષામંત્રી આજ રોજ જમ્મુ પહોંચ્યા છે... તો સેના અધ્યક્ષ મનોજ પાંડેએ ગઈ કાલે રાષ્ટ્રપતિ મ્રુમુ સાથે પણ દિલ્લીમાં મુલાકાત કરી હતી..આ બધી બાબતોને જોતા એ સંકેત મળી રહ્યા છે કે આવનાર દિવસોમાં જમ્મુ કશ્મીરમા સરકાર કોઈ મોટું પગલું ઉઠાવી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો