અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા ઊંચા ટેરિફને કારણે ભારતમાં ડમ્પિંગનું જોખમ વધી ગયું છે. કેરએજ રેટિંગ્સના અહેવાલ મુજબ, આનો કેટલાક ક્ષેત્રો પર નેગેટિવ પ્રભાવ પડી શકે છે, ખાસ કરીને રત્ન અને આભૂષણ ક્ષેત્ર પર. નાણાકીય વર્ષ 2023-24માં ભારતે અમેરિકાને 77.5 અબજ ડોલરની નિકાસ કરી હતી, જ્યારે આયાત 42.2 અબજ ડોલરની હતી.