COVID Update: દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મંગળવારે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા દર્શાવે છે કે ભારતમાં COVID-19 ના 602 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4,440 થઈ ગઈ છે. મંત્રાલયના ડેટા અનુસાર, 24 કલાકના સમયગાળામાં પાંચ નવા મૃત્યુ પણ નોંધાયા છે. 5 ડિસેમ્બર 2033 સુધીમાં, દૈનિક કેસોની સંખ્યા ઘટીને બે આંકડામાં આવી ગઈ હતી. પરંતુ હવે નવા પ્રકારના વેરિએન્ટ અને વર્તમાન ઠંડા હવામાનની સ્થિતિ બાદ તેમાં વધારો થયો છે.

