Cyber Security: જમ્મુ-કશ્મીર સરકારે તમામ સરકારી ઓફિસો, ખાસ કરીને પ્રશાસનિક સચિવાલય અને જિલ્લાના ડેપ્યુટી કમિશનરની ઓફિસોમાં પેન ડ્રાઇવના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ સાયબર સુરક્ષાને મજબૂત કરવાનો અને સરકારી ડેટાને સુરક્ષિત રાખવાનો છે. સામાન્ય પ્રશાસન વિભાગ (GAD) દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે આ પગલું ડેટા લીક, વાયરસ હુમલા અને અનધિકૃત ઍક્સેસ જેવા જોખમોને ઘટાડવા માટે લેવામાં આવ્યું છે.