છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં એક જબરદસ્ત અને જીવલેણ વાયરસની એન્ટ્રી થઇ છે, આ વાયરસનું નામ ચાંદીપુરા છે, અને નાના બાળકોમાં આનું જોખમ સૌથી વધુ છે, આજે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે વધુ એક બાળક મોતને ભેટ્યુ છે. ચાંદીપુરા વાઇરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. આ વાયરસને કારણે વધુ ત્રણ વર્ષના બાળકના મોત થયા છે. નોંધનીય છે કે, રાજ્યમાં કુલ 12 શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કેસ નોંધાયા છે. અત્યાર સુધી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી કુલ 8 બાળકોના મોત થયા છે.