હવે ભારતે એન્ટી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માટે રશિયાના S-400 પર નિર્ભર નથી રહેવું પડશે. ભારત પોતાની બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ (BMD) સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે. આ દિશામાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ બુધવારે ઈતિહાસ રચ્યો છે. આ સિસ્ટમના બીજા તબક્કાનું LC-IV ધામરા, ચાંદીપુર, ઓડિશાથી સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે આ બેલેસ્ટિક મિસાઈલ 5000 કિમીની રેન્જ સાથે દુશ્મનની મિસાઈલનો સામનો કરવામાં સક્ષમ છે.