અમેરિકા અને ફિલિપીન્સની નૌસેનાઓને તાજેતરમાં એક શરમજનક ઘટનાનો સામનો કરવો પડ્યો, જ્યારે તેઓ યુદ્ધાભ્યાસ દરમિયાન નિશાનો બનાવવા માટે રાખેલું એક જૂનું યુદ્ધજહાજ હુમલો થાય તે પહેલાં જ દક્ષિણ ચીન સમુદ્રમાં ડૂબી ગયું. આ જહાજ બીજા વિશ્વયુદ્ધના સમયનું હતું, જે ફિલિપીન્સના પશ્ચિમી કાંઠે યોજાતા વાર્ષિક સંયુક્ત સૈન્ય અભ્યાસના ભાગ રૂપે જીવંત ગોળીબાર (લાઇવ-ફાયર) દરમિયાન નષ્ટ કરવાનું હતું. પરંતુ બોમ્બ અને મિસાઇલના હુમલા પહેલાં જ, આ જહાજ સોમવારે સવારે ચૂપચાપ પાણીમાં ડૂબી ગયું, જેનાથી બંને દેશોની સેનાઓને ભારે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો.