જમ્મુ-કાશ્મીર સરકારે કેન્દ્રશાસિત પ્રદેશના દરેક પરિવાર માટે યુનિક ફેમિલી આઈડી શરૂ કરવાની મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સરકારી સેવાઓની ડિલિવરીને સરળ બનાવવી, લાભાર્થીઓ સુધી યોજનાઓની પહોંચ વધારવી અને સરકારી વિભાગો માટે વિશ્વસનીય ડેટાબેસ તૈયાર કરવાનો છે. આ યોજનાને ઝડપથી અમલમાં મૂકવા માટે સરકારે એક મજબૂત વ્યૂહરચના તૈયાર કરી છે.