Get App

ફેક કોલ્સમાં થશે ઘટાડો! TRAIએ 2.75 લાખ ફોન નંબર કર્યા ડિસ્કનેક્ટ-ઘણી કંપનીઓની સર્વિસ પણ બંધ

ટ્રાઈએ જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે ફેક કોલ્સમાં જબરદસ્ત વધારો થયો છે. વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં, અનરજિસ્ટર્ડ ટેલિ-માર્કેટિંગ કંપનીઓ સામે 7.9 લાખથી વધુ ફરિયાદો દાખલ કરવામાં આવી છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 04, 2024 પર 4:47 PM
ફેક કોલ્સમાં થશે ઘટાડો! TRAIએ 2.75 લાખ ફોન નંબર કર્યા ડિસ્કનેક્ટ-ઘણી કંપનીઓની સર્વિસ પણ બંધફેક કોલ્સમાં થશે ઘટાડો! TRAIએ 2.75 લાખ ફોન નંબર કર્યા ડિસ્કનેક્ટ-ઘણી કંપનીઓની સર્વિસ પણ બંધ
ટ્રાઈએ જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે, ફેક કોલ્સમાં જબરદસ્ત વધારો થયો છે.

જો તમારી પાસે મોબાઇલ ફોન છે, તો તમને દરરોજ ઘણા અનવોન્ટેડ કૉલ્સ પ્રાપ્ત થતા હશે. આ સમસ્યાથી સામાન્ય લોકો જ નહીં દેશના મોટા નેતાઓ અને અધિકારીઓ પણ પરેશાન છે. પરંતુ ટૂંક સમયમાં જ લોકોને આ મોટી સમસ્યામાંથી રાહત મળવા લાગશે. હા, TRAI એટલે કે ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ અનવોન્ટેડ ફોન કોલ્સ અને અનરજિસ્ટર્ડ ટેલિ-માર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરી છે અને 2.75 લાખ ટેલિફોન નંબરોને ડિસ્કનેક્ટ કર્યા છે. એટલું જ નહીં ટ્રાઈએ 50 કંપનીઓની સર્વિસ પણ બંધ કરી દીધી છે.

ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને કડક સૂચના આપી

ટેલિકોમ રેગ્યુલેટરી ટ્રાઈ દ્વારા તાજેતરમાં અપનાવવામાં આવેલા કડક વલણના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને અનરજિસ્ટર્ડ ટેલી માર્કેટિંગ કંપનીઓને બ્લેકલિસ્ટ કરવા અને તેમની સાથે જોડાયેલા નંબરને બ્લોક કરવા માટે કહ્યું હતું.

2024ના પ્રથમ છ મહિનામાં 7.9 લાખથી વધુ ફરિયાદો નોંધાઈ

બધા સમાચાર

+ વધુુ વાંચો