ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે પરંતુ દેશના સામાન્ય પરિવારોની બચત અને જવાબદારીઓમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. કેરએજ રેટિંગ્સ અનુસાર, ભારતીય પરિવારોની બચત સતત ત્રીજા વર્ષે ઘટી છે. નાણાકીય વર્ષ 2024માં તે GDPના 18.1% પર રહી. આનાથી સ્પષ્ટ થાય છે કે લોકો પહેલા કરતા ઓછા પૈસા બચાવી રહ્યા છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2015માં કુલ સ્થાનિક બચત GDPના 32.2 ટકા હતી, જે FY24 માં ઘટીને 30.7% થઈ ગઈ છે.