G20 Summit: દેશની રાજધાની દિલ્હી જી-20 સમિટની યજમાની કરવા માટે તૈયાર છે. દિલ્હી આવનારા મહેમાનોની પ્રક્રિયા આજથી એટલે કે 7 સપ્ટેમ્બરથી શરૂ થશે. દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ આને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. રાજધાનીમાં દરેક ખૂણે-ખૂણે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. G-20 સમિટ 9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે વિશાળ 'ભારત મંડપમ' ખાતે યોજાવાની છે. સત્તાવાળાઓએ સમિટમાં ભાગ લેનારા રાજકીય, સાંસ્કૃતિક અને વ્યાપારી ક્ષેત્રોના પ્રતિનિધિઓને અનોખો અનુભવ પ્રદાન કરવા માટે ઘણી વ્યવસ્થાઓ કરી છે.

