Gautam Singhania Case: ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદીના છૂટાછેડા કેસમાં નવો વળાંક આવ્યો છે. ગૌતમ સિંઘાનિયાની પત્નીએ છૂટાછેડા મુદ્દે કેટલાક દાવા કર્યા છે અને અબજોપતિ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા. નવાઝ મોદીએ કહ્યું કે અબજોપતિએ તેમને અને તેમની પુત્રી નિહારિકાને માર માર્યો અને શારીરિક માનસિક ત્રાસ આપ્યો. તેણે આ મામલે અંબાણી પરિવારની દખલગીરીનો પણ ઉલ્લેખ કર્યો છે.