ભારતીય ટેલિકોમ સેક્ટરમાં નોકરીઓની ડિમાન્ડ સતત મજબૂત રહી છે અને 2025ના પ્રથમ છ મહિનામાં 45 ટકા ફ્રેશર્સને હાયર કરવાની યોજના છે. ટીમલીઝ એડટેકના તાજેતરના કરિયર આઉટલૂક રિપોર્ટ (જાન્યુઆરી-જૂન 2025) અનુસાર, 5G નેટવર્ક, ક્લાઉડ-નેટિવ આર્કિટેક્ચર અને એડવાન્સ્ડ સાયબર સિક્યોરિટીના વિસ્તરણ સાથે આ સેક્ટર રોજગાર સર્જનનું મોટું હબ બની રહ્યું છે.