ચીને શનિવારે રેર અર્થ્સ ખનિજો એટલે કે રેર અર્થ્સ ધાતુઓ માટે કેટલીક નિકાસ લાઇસન્સ અરજીઓને મંજૂરી આપી. આ ધાતુઓ ઓટોમોબાઈલ, સેમિકન્ડક્ટર, મોબાઇલ ફોન અને અન્ય ઘણા ઉદ્યોગોમાં ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા મહત્વપૂર્ણ ઘટકો છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મધ્યમ અને ભારે રેર અર્થ્સ ધાતુઓની વધતી જતી વૈશ્વિક માંગને ધ્યાનમાં રાખીને આ મંજૂરી આપવામાં આવી છે.