ચાલુ નાણાકીય વર્ષના બીજા ભાગમાં દેશમાં આર્થિક પ્રવૃત્તિમાં ગ્રોથના સંકેતો છે અને તે વધુ ચાલુ રહેવાની અપેક્ષા છે. વાહન વેચાણ, હવાઈ ટ્રાફિક, સ્ટીલ યુઝ અને GST ઈ-વે બિલ જેવા ડેટા આ વાતની પુષ્ટિ કરી રહ્યા છે. બુધવારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલા બુલેટિનમાં આ વાત કહેવામાં આવી છે. RBIના ફેબ્રુઆરી બુલેટિનમાં પ્રકાશિત 'સ્ટેટ ઓફ ધ ઇકોનોમી' વિષય પરના એક લેખમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે યુએસ અર્થતંત્ર અને વેપાર નીતિમાં મજબૂતાઈને કારણે ડોલર મજબૂત થઈ રહ્યો છે. આનાથી ઉભરતા અર્થતંત્રોમાંથી મૂડીનો પ્રવાહ વધી શકે છે અને બાહ્ય મોરચે પરિસ્થિતિ નાજુક બની શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ બધા વચ્ચે, આર્થિક પ્રવૃત્તિની ગતિ અકબંધ રહેવાની અપેક્ષા છે.