આફ્રિકન દેશોમાં મંકીપોક્સ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વર્ષની શરૂઆતથી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં મંકીપોક્સના કારણે 548 લોકોના મોત થયા છે. હજારો લોકો મંકીપોક્સથી પીડિત છે. આફ્રિકન દેશો સિવાય અન્ય દેશોમાં પણ મંકીપોક્સ ફેલાવાની શક્યતા છે. જેના કારણે ભારત સરકાર પહેલાથી જ સતર્ક થઈ ગઈ છે.