ગુજરાત સરકારે જીવનરક્ષક દવાઓની યાદીમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી આ યાદીમાં 717 દવાઓનો સમાવેશ થતો હતો, હવે આ યાદીમાં 665 નવી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે આ યાદીમાં સામેલ દવાઓની સંખ્યા વધીને 1382 થઈ ગઈ છે. આ નિર્ણયથી 12 પ્રકારની બીમારીઓથી પીડિત દર્દીઓને ફાયદો થશે. કેન્સર, કીડની ઉપરાંત તેમાં બીપી અને હૃદય રોગની દવાઓ પણ સામેલ છે. આ દવાઓ રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રો, પેટા કેન્દ્રો અને ગ્રામીણ અને શહેરી વિસ્તારોની સિવિલ હોસ્પિટલોમાં મફતમાં ઉપલબ્ધ થશે.