Get App

Gujarat News: ગુજરાતના દુર્લભ ખનીજોનો પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાના પ્રસ્તાવને સરકારની મંજૂરી

Gujarat News: રાજ્યના વિવિધ જગ્યાએ કેટલાક ખનીજો એવાં છે કે જે દુર્લભ છે અને તેનું પ્રોસેસિંગ થવું જરૂરી છે. આ સંજોગોમાં રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગે આવા દુર્લભ ખનીજોનો પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કર્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 10, 2023 પર 12:52 PM
Gujarat News: ગુજરાતના દુર્લભ ખનીજોનો પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાના પ્રસ્તાવને સરકારની મંજૂરીGujarat News: ગુજરાતના દુર્લભ ખનીજોનો પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાના પ્રસ્તાવને સરકારની મંજૂરી
Gujarat News: આ સંજોગોમાં રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગે આવા દુર્લભ ખનીજોનો પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કર્યું છે.

Gujarat News: ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે જીએમડીસી રાજ્યમાં ખાણ અને ખનીજ ક્ષેત્રે કામ કરે છે. રાજ્યના વિવિધ જગ્યાએ કેટલાક ખનીજો એવાં છે કે જે દુર્લભ છે અને તેનું પ્રોસેસિંગ થવું જરૂરી છે. આ સંજોગોમાં રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગે આવા દુર્લભ ખનીજોનો પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કર્યું છે.

નિગમના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક વાહનો, વિન્ડ ટર્બાઇન અને એલઇડી માટે કાયમી ચુંબક જેવી ગ્રીન એનર્જી ટેકનોલોજી વિકસાવવા માટે આ રેર અર્થ એલિમેન્ટ્સ ખૂબ જરૂરી છે. આ ઉપરાંત કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં પણ આ દુર્લભ ખનીજો મદદરૂપ છે. ગ્રીન એનર્જીના ઉત્પાદન અને વપરાશ માટે જરૂરી એવા રેર અર્થ મટિરિયલની છોટાઉદેપુર જિલ્લાના અંબાડુંગરમાં આવેલી ડિપોઝિટ માટે પ્રોસેસિંગ પ્લાન્ટ વિકસાવવા પ્રોજેક્ટના આર્થિક સહિતના પાસાઓ ચકાસવા ઓછામાં ઓછી એક તકની રૂપરેખા તૈયાર કરવા માટે અભ્યાસ હાથ ધરવામાં આવશે. આ માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં રેર અર્થ એલિમેન્ટ્સ માટે સંપૂર્ણ વેલ્યૂ ચેઈન સ્થાપનાના ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવા આવા સાહસો માટે જરૂરી મૂડી રોકાણો અને સમય મર્યાદામાં પ્રોજેક્ટના સંભવિત વળતરનો અંદાજ કાઢવાનું પણ આ આકારણીમાં સમાવેશ થાય છે.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, રેર અર્થ એલિમેન્ટ્સ પ્રોજેક્ટ ભારતમાં REE ઓરનું ઉત્પાદન કરવાની ઉજળી સંભાવનાઓનું સર્જન કરશે અને ભારતને વૈશ્વિક બજારમાં મહત્વનું પરિબળ બનાવશે. તેનાથી દેશના આર્થિક અને વ્યૂહાત્મક વિકાસને બળ મળશે. દેશનું અગ્રણી માઈનિંગ એન્ટરપ્રાઈઝ અને સૌથી મોટા લિગ્નાઈટ વિક્રેતા એવા ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) દેશમાં દુર્લભ ખનીજો અર્થાત રેર અર્થ એલિમેન્ટ્સ (REE)નો પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે.

ઇલેક્ટ્રિક વાહનો, વિન્ડ ટર્બાઇન અને એલઇડી માટે કાયમી ચુંબક જેવી ગ્રીન એનર્જી ટેકનોલોજી વિકસાવવા માટે આ રેર અર્થ એલિમેન્ટ્સ ખૂબ જરૂરી છે. આ ઉપરાંત કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં પણ આ દુર્લભ ખનીજો મદદરૂપ છે. જીએમડીસીએ અંબાડુંગર ડિપોઝિટ માટે પ્રિ-ઇકોનોમિક એસેસમેન્ટ હાથ ધરવાનો જે પ્રસ્તાવ રજૂ કર્યો હતો તેને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. આ એસેસમેન્ટમાં પ્રોસેસ ફ્લો ડિઝાઇન અને બેનિફિશિયેશન માટે તમામ સંબંધિત પરીક્ષણો અને REE ઑક્સાઈડનું ઉત્પાદન સામેલ છે. ગુજરાતમાં રેર અર્થ એલિમેન્ટ્સ માટે સંપૂર્ણ વેલ્યૂ ચેઇન સ્થાપિત કરી ક્લિન એનર્જીના લક્ષ્યાંકને વેગ આપવાનો પ્રયાસ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો