Get App

Weather updates: ગુજરાતના 18 જિલ્લામાં તાપનું ટોર્ચર, તો દેશના 12 રાજ્યોમાં ફૂંકાશે ભારે પવન, જાણો અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Weather Update: દેશમાં ફરી એકવાર હવામાનની પેટર્ન બદલાવવા જઈ રહી છે. હોળીના દિવસે દિલ્હી NCR સહિત ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ પડશે. તો ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં તાપમાનમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં હીટવેવ અંગે યેલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ અંગે અપડેટ જાહેર કર્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 12, 2025 પર 11:47 AM
Weather updates: ગુજરાતના 18 જિલ્લામાં તાપનું ટોર્ચર, તો દેશના 12 રાજ્યોમાં ફૂંકાશે ભારે પવન, જાણો અંબાલાલ પટેલની મોટી આગાહીWeather updates: ગુજરાતના 18 જિલ્લામાં તાપનું ટોર્ચર, તો દેશના 12 રાજ્યોમાં ફૂંકાશે ભારે પવન, જાણો અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં આકરી ગરમી પડવાની આગાહી કરી છે.

Weather Update: હોળીના દિવસે ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ રહેશે. શુક્રવારે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં હિમવર્ષા અને વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. જ્યારે પશ્ચિમ ઈરાન પર ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, ત્યારે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જેના કારણે હિમવર્ષા અને વરસાદ થશે.

ક્યારે અને ક્યાં પડી શકે છે વરસાદ?

જમ્મુ -કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં 16 માર્ચ દરમિયાન વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઇ છે, જ્યારે ઉત્તરાખંડમાં 12-16 માર્ચ દરમિયાન હિમવર્ષા અને વાદળછાયું આકાશ રહેશે. પંજાબમાં 12થી 15 માર્ચ હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં 13 થી 15 માર્ચ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં 15 માર્ચ સુધી વરસાદ પડી શકે છે.

તાપમાનમાં ક્યાં વધઘટ નોંધાશે?

આગામી 48 કલાકમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં, જ્યારે મધ્ય ભારત અને મહારાષ્ટ્રમાં આગામી 3-4 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં જમ્મુ-કાશ્મીર, ઓડિશા અને કર્ણાટકમાં મહત્તમ તાપમાનમાં 1-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે.

ગુજરાતમાં હીટવેવનું યલો એલર્ટ જાહેર

IMDએ હીટવેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે. 12 માર્ચે ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં હીટવેવથી લઈને ગંભીર હીટવેવની સ્થિતિ રહેશે. વિદર્ભમાં 13-14 માર્ચે અને ઓડિશામાં 13થી 15 માર્ચ દરમિયાન તીવ્ર ગરમી પડશે. કોંકણ, ગોવા અને ઉત્તર કેરળ અને કોસ્ટલ કર્ણાટકમાં ગરમ ​​પવનો ફૂંકાશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો