Get App

gujarat heavy rain: છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં મેઘો મૂશળધાર, હજુ આગામી 24 કલાક છે અતિભારે

gujarat heavy rain: ગુજરાત માટે શનિવાર થોડો ભારે રહ્યો ત્યારે રવિવાર કેવો રહેશે તે પણ જોઇએ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારનાં સવારનાં 10.30 કલાક સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 23, 2023 પર 11:13 AM
gujarat heavy rain: છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં મેઘો મૂશળધાર, હજુ આગામી 24 કલાક છે અતિભારેgujarat heavy rain: છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં મેઘો મૂશળધાર, હજુ આગામી 24 કલાક છે અતિભારે
વરસાદી આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ નવસારીમાં 12 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે જલાલપોરમાં 11 ઇંચ. જુનાગઢ તાલુકા અને શહેરમાં 10 ઇંચ, ભાવનગરના ઉમરાલામાં 8 ઇંચ જેટલો વરસાદ, ખેરગામમાં 7.36 ઇંચ, ભાવનગના વલભીપુરમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે.

gujarat heavy rain: રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આપેલા વરસાદી આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ નવસારીમાં 12 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. આ સાથે હવામાન વિભાગે રવિવારની સવાર કેવી રહેશે અને કઇ કઇ જગ્યાએ ભારે વરસાદ ખાબકી શકે છે તે અંગેની પણ આગાહી કરી છે.

વરસાદી આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ નવસારીમાં 12 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે જલાલપોરમાં 11 ઇંચ. જુનાગઢ તાલુકા અને શહેરમાં 10 ઇંચ, ભાવનગરના ઉમરાલામાં 8 ઇંચ જેટલો વરસાદ, ખેરગામમાં 7.36 ઇંચ, ભાવનગના વલભીપુરમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે.

આ સાથે અમદાવાદ, બોટાદ, વાગ્રા, વિસાવદર, ગણદેવી, વલભીપુર, ખંભાળિયા, મેંદરડામાં પાંચ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે પારડી, દેહગામ, ચીખલી, વંથલી, સાણંદ, ધરમપુર, મહુવા, કેશોદમાં ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે 13 તાલુકામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

ગુજરાત માટે શનિવાર થોડો ભારે રહ્યો ત્યારે રવિવાર કેવો રહેશે તે પણ જોઇએ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે પણ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો