આખરે હિઝબુલ્લાહે એ જ કર્યું જેનો ઇઝરાયલને ડર હતો. લેબનીઝ ઉગ્રવાદી જૂથ હિઝબુલ્લાહે આજે ઇઝરાયલ પર સૌથી મોટો જવાબી હુમલો કર્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે સેંકડો ડ્રોન છોડવામાં આવ્યા. જો કે આ હુમલા બાદ ઇઝરાયલને કેટલું નુકસાન થયું છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઇઝરાયલના રક્ષા મંત્રી યેવ ગાલાંટે ઘરેલુ મોરચે સમગ્ર દેશમાં વિશેષ સ્થિતિ જાહેર કરી છે. તેના પરથી એવું માનવામાં આવે છે કે હિઝબુલ્લાહે ખરેખર ઇઝરાયલ પર મોટો હુમલો કર્યો છે.