Earthquake Tremors: શ્રેણીબદ્ધ ધરતીકંપો બાદ જ્વાળામુખી ફાટી નીકળવાના ભયને કારણે આઇસલેન્ડના દક્ષિણ-પશ્ચિમ શહેર ગ્રિંડાવિકમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી. તાજેતરના અઠવાડિયામાં ગ્રિંડાવિક નજીકના ફાગરાડાલ્સફજાલ જ્વાળામુખીની આસપાસ હજારો ભૂકંપ નોંધાયા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ શનિવારે અહેવાલ આપ્યો હતો કે સાવચેતીના ભાગ રૂપે, સ્થાનિક અધિકારીઓએ શહેરમાં રહેતા હજારો લોકોને સ્થળાંતર કરવાનો આદેશ જાહેર કર્યો છે.