મંગળવારે ગૃહ મંત્રાલયમાં એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં દેશની આંતરિક સુરક્ષા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ આ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જીવ ગુમાવનારા મોટાભાગના લોકો પ્રવાસીઓ હતા. આ ઉચ્ચ સ્તરીય બેઠક ગૃહ સચિવ ગોવિંદ મોહનની અધ્યક્ષતામાં યોજાઈ હતી.