INS Aridman: ભારતે તેના વિરોધીઓ સામે તેના પરમાણુ પ્રતિરોધને મજબૂત કરવા વિશાખાપટ્ટનમમાં શિપ બિલ્ડિંગ સેન્ટર (SBC) ખાતે તેની ચોથી પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ (SSBN) સબમરીન લોન્ચ કરી છે. 16 ઓક્ટોબરે રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેને વિશાખાપટ્ટનમમાં શિપ બિલ્ડિંગ સેન્ટરમાં લોન્ચ કર્યું હતું. તેનો 75% માલ ભારતમાં જ બને છે. તેનું કોડ નેમ કોડનેમ S4 છે. તે 3500 કિલોમીટરની રેન્જ સાથે ન્યુક્લિયર બેલેસ્ટિક મિસાઈલથી સજ્જ છે.