India Monsoon 2025: ઉત્તર ભારતે 2013 પછીનું સૌથી વધુ વરસાદવાળું ચોમાસુ આ વર્ષે અનુભવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના ડેટા મુજબ, આ વર્ષે ચોમાસુમાં સામાન્ય કરતાં 21% વધુ વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં, આ પ્રદેશે 2021થી ડેટા સંગ્રહ શરૂ થયો ત્યારથી સૌથી વધુ 'અત્યંત ભારે' વરસાદની ઘટનાઓનો સામનો કર્યો છે.