Get App

Prachand Helicopters: વાયુસેના માટે 97 નવા તેજસ ફાઈટર એરક્રાફ્ટ ખરીદવામાં આવશે, સેનાને મળશે 156 પ્રચંડ હેલિકોપ્ટર

Prachand Helicopters: બંને એરક્રાફ્ટ સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યા છે. આશરે રૂપિયા 1.1 લાખ કરોડમાં આ ડીલ ફાઇનલ થવાની શક્યતા છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 01, 2023 પર 11:17 AM
Prachand Helicopters: વાયુસેના માટે 97 નવા તેજસ ફાઈટર એરક્રાફ્ટ ખરીદવામાં આવશે, સેનાને મળશે 156 પ્રચંડ હેલિકોપ્ટરPrachand Helicopters: વાયુસેના માટે 97 નવા તેજસ ફાઈટર એરક્રાફ્ટ ખરીદવામાં આવશે, સેનાને મળશે 156 પ્રચંડ હેલિકોપ્ટર
Prachand Helicopters: સમગ્ર સોદો હવે આશરે રૂપિયા 2 લાખ કરોડનો થવાનો અંદાજ છે.

Prachand Helicopters: સંરક્ષણ મોરચે ભારત સતત મજબૂત બની રહ્યું છે. ભારતીય સંરક્ષણ સમિતિએ 97 નવા તેજસ એરક્રાફ્ટ અને 156 પ્રચંડ હેલિકોપ્ટરની ખરીદીને મંજૂરી આપી છે. બંને એરક્રાફ્ટ સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યા છે. આશરે રૂપિયા 1.1 લાખ કરોડમાં આ ડીલ ફાઇનલ થવાની શક્યતા છે.

એરફોર્સ માટે તેજસ અને આર્મી માટે હેલિકોપ્ટર

ભારતીય વાયુસેના માટે તેજસ માર્ક 1-એ ફાઈટર જેટ ખરીદવામાં આવી રહ્યા છે. જ્યારે પ્રચંડ હેલિકોપ્ટર એરફોર્સ અને આમિર બંને માટે ખરીદવામાં આવશે. સંરક્ષણ પેનલે વધારાની ખરીદીને પણ મંજૂરી આપી છે. વધારાની મંજૂરીઓ પછી, સમગ્ર સોદો હવે આશરે રૂપિયા 2 લાખ કરોડનો થવાનો અંદાજ છે.

ભારતના ઇતિહાસમાં સ્વદેશી ઉત્પાદકો પાસેથી સૌથી મોટી ખરીદી

બધા સમાચાર

+ વધુુ વાંચો