ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સમજૂતી (BTA) અંગે ચર્ચા ચાલી રહી છે, જેમાં ભારત 'સાચા આંકડા' અને 'સચોટ ચિત્ર' પર ભાર મૂકી રહ્યું છે. વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે જણાવ્યું કે, આ વાટાઘાટો સાચા તથ્યો અને આંકડાઓના આધારે આગળ વધી રહી છે. આ ચર્ચા એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વેપારી ભાગીદારો પર દબાણ બનાવી રહ્યા છે અને માલસામાનના વેપારમાં અમેરિકાને 'લૂંટવાનો' આરોપ લગાવી રહ્યા છે. જોકે, તેઓ સર્વિસ સેક્ટરમાં અમેરિકાને મળતા ફાયદાઓને અવગણી રહ્યા છે.