રેસિપ્રોકલ ટેરિફને લઈને ચિંતાઓ વચ્ચે ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર સમજૂતી (BTA) માટે ટૂંક સમયમાં વર્ચ્યુઅલ બેઠકો શરૂ કરશે. આગામી મહિને એક ભારતીય પ્રતિનિધિમંડળ અમેરિકાની મુલાકાતે પણ જશે. આ ઉપરાંત, ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે મુક્ત વેપાર સમજૂતી (FTA) પરની વાતચીતનો આગામી તબક્કો 12 મે થી શરૂ થશે.