ભારતની ઇકોનોમી (Indian Economy) ઝડપથી આગળ વધી રહી છે અને G20ના શેરપા અમિતાભ કાંત (Amitabh Kant) એ દાવો કર્યો છે કે દેશ હવે 4 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બની ગયો છે. તેમણે કહ્યું કે, જ્યારે ભારત 2047માં આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે આ આંકડો 30 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)ના એક ઇવેન્ટમાં બોલતાં કાંતે ભારતની યુવા પોપ્યુલેશન (Young Population) અને ઝડપી શહેરીકરણ (Urbanisation)ને આ ગ્રોથનું મુખ્ય કારણ ગણાવ્યું.