Indian Space Mission:ભારતને ચંદ્રયાન પ્રોજેક્ટમાં મોટી સફળતા મેળવ્યા પછી હવે માનવીને અંતરિક્ષમાં મોકલવાનો, ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાનો અને માનવીને ચંદ્ર પર ઉતારવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગગનયાનની સિદ્ધિની સમીક્ષા કરવા માટે આજે બેઠક યોજી હતી જેમાં કેટલાક લક્ષ્ય નક્કી કરવામાં આવ્યા હતા. ભારત હવે પોતાના સ્પેસ પ્રોગ્રામમાં આક્રમક રીતે કામ કરવા માગે છે. આ અઠવાડિયે 21 ઓગસ્ટે ક્રૂ એસ્કેપ સિસ્ટમની પ્રથમ ડેમોન્સ્ટ્રેશન ફ્લાઈટનું ટેસ્ટિંગ કરવામાં આવશે.

