મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) એ જાહેરાત કરી છે કે તેને ભારતીય સેના તરફથી સ્કોર્પિયો ક્લાસિકના 1,850 યુનિટનો ઓર્ડર મળ્યો છે. અગાઉ, સેનાએ જાન્યુઆરીમાં સ્કોર્પિયો ક્લાસિકના 1,470 યુનિટનો ઓર્ડર આપ્યો હતો. આ SUV ભારતીય સેનાના 12 યુનિટમાં તૈનાત થવાની હતી. સ્કોર્પિયો ક્લાસિક એ સ્કોર્પિયોનું અપગ્રેડેડ વર્ઝન છે. કંપની નવી Scorpi-N પણ વેચી રહી છે, જે સંપૂર્ણપણે નવું મોડલ છે. કંપનીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તેઓ આ ઓર્ડર પર ખૂબ જ ગર્વ અનુભવે છે. આ SUV દેશની રક્ષા માટે ખૂબ જ આઇકોનિક અને ભરોસાપાત્ર સાબિત થશે.

