Get App

જાપાનમાં મોટો આર્થિક ભૂકંપ! 3 દાયકાની મંદી બાદ વ્યાજદર 31 વર્ષની ટોચે પહોંચ્યા, જાણો કેમ લેવાયો આ નિર્ણય?

Bank of Japan interest rate: જાપાને 31 વર્ષમાં પહેલીવાર વ્યાજદર વધારીને 1.25% કર્યા છે. બેન્ક ઓફ જાપાનનો આ નિર્ણય ગ્લોબલ ટેન્શન, ઈરાન યુદ્ધ અને મોંઘવારીને કારણે લેવાયો છે. જાણો સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Sep 18, 2026 પર 11:54 AM
જાપાનમાં મોટો આર્થિક ભૂકંપ! 3 દાયકાની મંદી બાદ વ્યાજદર 31 વર્ષની ટોચે પહોંચ્યા, જાણો કેમ લેવાયો આ નિર્ણય?જાપાનમાં મોટો આર્થિક ભૂકંપ! 3 દાયકાની મંદી બાદ વ્યાજદર 31 વર્ષની ટોચે પહોંચ્યા, જાણો કેમ લેવાયો આ નિર્ણય?
સતત મંદી અને ભાવ ઘટાડાનો સામનો કરી રહેલું જાપાન હવે વધતી મોંઘવારી અને પોતાના નબળા પડતા ચલણ યેનને બચાવવા મેદાનમાં ઉતર્યું છે.

Bank of Japan interest rate: જે દેશમાં છેલ્લા 3 દાયકાથી પૈસા ઉધાર લેવા પર સાવ ઝીરો કે માઇનસમાં વ્યાજ ચૂકવવું પડતું હતું, ત્યાં હવે મોટો આર્થિક બદલાવ આવ્યો છે. બેન્ક ઓફ જાપાન (BOJ) એ એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેતા પોતાના વ્યાજદરમાં ધરખમ વધારો કર્યો છે.

સતત મંદી અને ભાવ ઘટાડાનો સામનો કરી રહેલું જાપાન હવે વધતી મોંઘવારી અને પોતાના નબળા પડતા ચલણ યેનને બચાવવા મેદાનમાં ઉતર્યું છે. આવો સરળ ભાષામાં સમજીએ કે આખો મામલો શું છે અને તેની દુનિયા પર શું અસર પડશે.

31 વર્ષની સૌથી ઊંચી સપાટી પર વ્યાજદર

શુક્રવારે બેન્ક ઓફ જાપાને માર્કેટની અપેક્ષા મુજબ પોતાનો મુખ્ય Interest Rate 1%થી વધારીને સીધો 1.25% કરી દીધો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 1995 પછી જાપાનમાં વ્યાજદરનું આ સૌથી ઊંચું લેવલ છે. આ નિર્ણય સાથે જ જાપાન દાયકાઓથી ચાલી આવતી 'સસ્તા વ્યાજ' ની નીતિમાંથી સત્તાવાર રીતે બહાર આવી ગયું છે. અર્થશાસ્ત્રનો સીધો નિયમ છે કે જ્યારે પણ કોઈ દેશની સેન્ટ્રલ બેંક વ્યાજદર વધારે છે, ત્યારે વિદેશી રોકાણકારો માટે તે દેશનું ચલણ આકર્ષક બને છે અને કરન્સી મજબૂત થાય છે.

માઇનસથી શરૂ થયેલી સફર: અઢી વર્ષમાં 6ઠ્ઠી વાર વધારો

જાપાન માટે આ સ્થિતિ રાતોરાત નથી આવી. અગાઉ 2024 માં દેશનો પોલિસી રેટ -0.1% હતો. એટલે કે બેંકમાં પૈસા મૂકવા પર વ્યાજ મળવાને બદલે ચાર્જ લાગતો હતો. પણ છેલ્લા અઢી વર્ષમાં બેન્ક ઓફ જાપાને કુલ 6 વખત વ્યાજદર વધાર્યા છે. આનો મુખ્ય હેતુ અમેરિકા અને યુરોપ જેવા મોટા અર્થતંત્રોની બરાબરી કરવાનો છે.

આખરે જાપાને આ નિર્ણય કેમ લેવો પડ્યો?

બધા સમાચાર

+ વધુુ વાંચો