Russian Oil: ભારતીય બેંકો હવે રશિયન તેલના વ્યાપારમાં નાણાકીય સહાય પૂરી પાડવા માટે તૈયાર થઈ ગઈ છે, પરંતુ આ માટે તેમણે એક મહત્વની શરત મૂકી છે. બેંકોનું કહેવું છે કે, તેલનો સપ્લાય એવી કંપનીઓ પાસેથી જ આવવો જોઈએ જેના પર કોઈ પ્રતિબંધ લાગુ ન હોય, અને તમામ લેણદેણ પ્રતિબંધોના નિયમોનું પાલન કરીને જ થવું જોઈએ. અમેરિકા દ્વારા તાજેતરમાં લાદવામાં આવેલા નવા પ્રતિબંધોને કારણે ભારતીય બેંકો અગાઉ રશિયન તેલના કોઈ પણ શિપમેન્ટ માટે ચુકવણી કરવામાં સંકોચ અનુભવી રહી હતી, કારણ કે સપ્લાય ચેઇનની તપાસ કરવી મુશ્કેલ બની રહી હતી.

