ભારતીય અર્થવ્યવસ્થા આગામી ત્રણ વર્ષમાં જર્મની અને જાપાનને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. આ ઉપરાંત, 2047 સુધીમાં ભારત બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. આ દાવો નીતિ આયોગના સીઈઓ B.V.R. સુબ્રહ્મણ્યમે ગુરુવારે એક કાર્યક્રમ દરમિયાન કર્યો. તેમણે જણાવ્યું કે ભારતની લોકશાહી તેની સૌથી મોટી તાકાત છે, જે દેશને વૈશ્વિક શિક્ષણ કેન્દ્ર બનાવવામાં મદદ કરશે.